પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા બાબત આથી તમામ પાનકાર્ડ ધારકો ને જણાવવાનું કે આપનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાવવું ફરજીયાત છે .
જેની છેલ્લી તારીખ ૩૧-૦૩ - ર ૦ ર ૩ છે .
હાલ મા ૧,૦૦૦ પેનાલ્ટી ( દંડ ) ભરીને પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થાય છે તારીખ ૩૧.૦૩.૨૦૨૩ સુધી જો આપનુ પાનકાર્ડ સાથે લિંક થયેલ નહિ હોય તો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે .
પાનકાર્ડ નિષ્ક્રિય થઈ ગયા બાદ કોઈ પણ સરકારી કામ , બેન્કિંગ વગેરે માં મુશ્કેલી આવી શકે . ઉપરાંત ઈન્કમટેક્ષ રિફંડ ડિપાર્ટમેન્ટ અટકાવી શકે . પાનકાર્ડ નિષ્ક્રિય થયા પછી એક્ટિવ કરાવવા માટે અથવા નિષ્ક્રિય પાન કાર્ડ નો ઉપયોગ કરવા પર ૧૦,૦૦૦ સુધીની પેનાલ્ટી ( દંડ ) નું પ્રવધાન છે .
ખાસ નોંધ : પરિવાર નાં અન્ય સભ્યો કે જેમનાં ઈન્કમટેક્ષના રીટર્ન ફાઈલ થતા ન હોય તેમને પણ પાનકાર્ડની સાથે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે .
તમારો આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક છે કે નહીં ચેક કરવા અહીં ક્લિક કરો
પાન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું
- આ માટે, તમારે વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
- જોડાવા માટે તમારે ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. એક પૃષ્ઠ તરત જ તમારી સામે ખુલશે, જેમાં પાન કાર્ડ નંબર, આધાર નંબર અને નામ જેવી માહિતી તમારી પાસેથી પૂછવામાં આવશે.
- બધી માહિતી ભર્યા પછી, તમારું કાર્ડ લિંક થશે.